પરીક્ષા..!


જીવનની પરીક્ષાને અનુલક્ષીને એક રચના તમારી સમક્ષ હાજર કરી છે, આપના અમૂલ્ય અભિપ્રાયો અપેક્ષા, આભાર..

ઈશ્વર પણ જાણે ઘણીવાર કમાલ કરી નાખે છે,

ન આવડતા હોઈ એવા સવાલ કરી નાખે છે..

જવાબ શોધતા વાર શું લાગે કે..!

એ જાણે સમય સમાપ્ત કરી નાખે છે..

લખતા લખતા થાકી જવાય છે મારાથી,

પણ મને ભોળવીને, જોડણીની ભૂલો કરી નાખે છે..

લાગવગની તો એને બિલકુલ આદત નથી,

જરા પૂછવા શું જઈએ, તરત નપાસ કરી નાખે છે,

ન જાને કેટલા પ્રશ્નપત્રો તૈયાર કરી ગયો હતો,

પ્રેક્ટીસ બૂકથી માંડી સ્વાધ્યાયપોથીના સવાલ કરી ગયો હતો,

કોક ને ક્યાંકથી “ગાઈડ” કે “અપેક્ષિત” મળે તો કહેજો,

અગત્યના પ્રશ્નો નું લિસ્ટ મળે તો કહેજો,

આ વખતે તો પરીક્ષામાં પાસ થવું છે,

વર્ગમાં બધાની વચ્ચે ખાસ થવું છે,

એની મહેરબાનીથી પાસ થઈ જાઉં તો પણ શું..?

તરત એ નવા વર્ગમાં બઢતી કરી નાખે છે..!

——–

ઝેનિથ સુરતી,૧૫.૭.૨૦૧૩

Posted in મારા વિચારો કવિતામાં.. | 8 ટિપ્પણીઓ

જાણે આદત પડી છે..


કદાચ નજર ઉઠાવી જોઈ શકતો હોત તને,

અશ્રુઓને એકાંતમાં વહેવાની જાણે આદત પડી છે..

 

હથેળીમાં હળવી હતી એક રેખા મને,

રોજ હાથને જોડવાની જાણે આદત પડી છે..

 

રોકીને પણ કેટલું રોકી શકું..?

મનને ભૂતકાળ વાગોળવાની જાણે આદત પડી છે..

 

હું તો હતો ત્યાનો ત્યાં જ છું હજી..

સમયને ખાલી સરકવાની જાણે આદત પડી છે..

 

ખૂદને શોધતો ન જાણે ક્યાં આવી ચડ્યો,

ફક્ત બેદરકાર રેહવાની જાણે આદત પડી છે..

 

હિસાબ ચૂકતે કરતાં ક્યાંક અટકી ન જવાય “આજ”,

ઈશ્વરને રોજ પરિક્ષા લેવાની જાણે આદત પડી છે..

 

ઝેનિથ૨૪..૨૦૧૩

Posted in મારા વિચારો કવિતામાં.. | 4 ટિપ્પણીઓ

મારી કિતાબમાં..


મળ્યા બધા, ને જાણ્યા અમુકને નમાજમાં..
ઉતાર્યા છે સરનામાં મેં ઘણા મારી કિતાબમાં..
 
ફિકર નથી કે કોઈ નારાજ થશે,
પોતાના પરખાઈ ગયા છે ઘણા મારી કિતાબમાં..
 
રખેને કોઈ ચુકી જાતુ “આજ” મહીં,
પાનાં હજી કોરા પડ્યા છે ઘણા મારી કિતાબમાં..
 
 
ઝેનિથ સુરતી
૦૧.૦૩.૨૦૧૨
Posted in મારા વિચારો કવિતામાં.. | 10 ટિપ્પણીઓ

વ્યથા..


 
બે હૈયાની વ્યથા છે આ,
વીતેલા ક્ષણોની કથા છે આ..
ન માની બેસો વસંત એને,
પાનખર પેહલાની  પ્રથા છે આ..
 
ઝેનિથ,
૨૩/૯/૨૦૧૧
Posted in મારા વિચારો કવિતામાં.. | Leave a comment

ક્યાંક તો હું અટવાયો છું..


હજી સચવાયો છું,
ક્યાંક તો હું અટવાયો છું..

આંખની ભીની કિનારીએથી લઈને,
તારા હોઠના મધુર સ્મિત સુધી,
ક્યાંક તો હું ભીંજાયો છું..

કરીલે ગમે એટલી કોશિશ ભલે,
હૃદયના કોઈક ખૂણે,
ક્યાંક તો હું જળવાયો છું..

ભૂલવાની આદત મને,
ભલે તે પાડી છતાં..
યાદોમાં તારી હું ફસાયો છું..

આમ બુમો પાડીને મનમાં,
પડઘાની રાહ જોતા જોતા..
ક્યાંક તો હું ખટકાયો છું..

તારી મને હવે જરૂર શી છે,
સુરાલયના* કોઈ દરવાજે,
કાયમી હું ગોઠવાયો છું..

વીતી ગયેલી એ કાલ માટે,
મિટાવી દઉં “આજ”નું અસ્તિત્વ હવે,
ક્યાંક તો હું અચકાયો છું..

હજી સચવાયો છું,
ક્યાંક તો હું અટવાયો છું..

* સુરા – મદિરા, મદ્ય, દારૂ; સુરાલય – દારૂ મળી રહે એ સ્થળના સદંર્ભમાં

ઝેનિથ
૨૧.૧૦.૨૦૧૧

Posted in મારા વિચારો કવિતામાં.. | 4 ટિપ્પણીઓ

પ્રેમ..


 
પ્રેમના આ વ્યાકરણમાં અલંકાર નથી હોતા, 
છંદ છે માત્ર નામના, ને વિશેષણ કામના નથી હોતા..
તું આવે છે ગુરુમાં, ને હું લઘુમાં સમાઉં છું.. 
તારા આ પ્રેમનાં ગ્રંથમાં બસ ડૂબતો જ જાઉં છું.. 
 
આંખમાં આવેલા આંસુ જો સમજી શકે તું ક્યારેક,
નસીબમાં મળેલા સ્વપ્નો જો જીવી શકે તું ક્યારેક..
તો આ આંસુને પણ મોતી બનાવી ને કરીશ હાજર..
જો નાં તું પાડે તો, પાણી સમજી ફેરવી લઈશ નજર..!
 
તું છે અહીં ક્યારેક, ને ક્યારેક તુજમાં પરોયો છું..
તારા આ પ્રેમમાં પાગલ હું હદપાર ખોયો છું.. 
મારા સ્વપ્નમાં આવી ખુદ, હું ચોધાર રોયો છું..
તું પ્રેમથી ફેરવી દે હાથ, પછી ભલેને કબરે સોયો છું..
 
 
 
ઝેનિથ
૬ ઓગસ્ટ ૨૦૧૧
 
 
Posted in મારા વિચારો કવિતામાં.. | 12 ટિપ્પણીઓ

“મારી ઘટના ને તમારા અભિપ્રાયો”


“મારી ઘટના ને તમારા અભિપ્રાયો”

(ભાગ ૩)


મિત્રો, આજે ઘણા દિવસ પછી કઈ લખવાનું મન થઇ રહ્યું છે. મેં “મારી ઘટના ને તમારા અભિપ્રાયો” ના બે ભાગ લખી નાખ્યા છે, ને આજે ત્રીજો ભાગ લખવા જઈ રહ્યો છું. આ ઘટનામાં મેં ત્રણ જુદી જુદી ઘટનાઓ આવરી લીધી છે કે જેમનો એકબીજા સાથે સીધો તો કોઈ સંબંધ નથી પણ ત્રણે ઘટનાઓ ના પ્રશ્નો એક સરખા જ છે..

 

એ તો તમને પણ ખબર છે કે આજે ભ્રષ્ટાચાર ને ગુનાખોરી ખૂબ વધી ગયા છે. આ ઘટનાઓ પણ આજ વિષય વસ્તુને સંકળાયેલી છે. હું ટૂંકમાં તમને વર્ણવી મારા મગજમાં ચાલતા આ ગૂંચવાયેલા સમીકરણો ના અમૂક ઉકેલ દર્શાવીશ. અને એના અભિપ્રાયોની તમારી પાસે આશા રાખીશ.


હું જ્યાં રહું છું ત્યાં અવારનવાર લાઈટ (ઈલેક્ટ્રીસીટી) જતી રહે છે. આનું મુખ્ય કારણ ગામડાઓમાં અપાતો વીજળીનો કાપ કે જેથી નજીકનાં શહેરમાં ચાલતા ઔદ્યોગોને વીજળીની ખોટ ન પડે. સમજ્યા કે ઔદ્યોગોની જરૂર છે આપણા દેશને. સમાજનો ને દેશનો વિકાસ એના થકી છે, ને એની સામે મારો કોઈ વિરોધ પણ નથી. પણ જ્યારે સરકારના જ માણસો એ ઔદ્યોગોપાસેથી પૈસા લઇ જરૂર કરતા વધારે વીજળીકાપ ગામડાઓના ગરીબ લોકો પર મુકે ત્યારે..? સરકારી ખાતાવાળા જ્યારે તમને સીધી રીતે જવાબ ન આપે ત્યારે..? કે પછી તમે ફોન પર કમ્પ્લેન કરવાની ટ્રાય કરો ને સરકારી કચેરીમાં ફોનનું રીસીવર જ નીચે મૂકી દીધું હોઈ તો..? ને કદાચ ફોન ઊંચકી પણ લે અને તમને કહે કે લાઈટ નહી આવે તમારી થાય એ કરીલો..? કે પછી કોઈ માણસ નથી અત્યારે રીપેરીંગ કરી શકે એવો..? બોલો  તો શું કરીલો તમે..? કોને જઈને કહો..?

 

આજ વસ્તુ ટેલીફોન ખાતાવાળા સાથે પણ સરખી જ છે. હું અત્યારની જ વાત કરું, છ સાત દિવસ પહેલા થોડું વાવાઝોડું આવેલું ને બે ત્રણ થાંભલા પડી ગયેલા. ટેલીફોન ઓફીસમાં કમ્પ્લેન કરી કરી ને થાકી ગયો. આખરી બારમે દિવસે ટેલીફોનવાળો રીપેરીંગ કરવા આવ્યો. હજી તો પત્યું નહોતું, વાવાઝોડા ને લીધે કેબલ તૂટી ગયા હતા એટલે માંડ માંડ મેં એને મનાવ્યો તો એ મજુર લઈને આવ્યો ને ખાડો ખોદી આપ્યો કેબલ જોડવા. પેલા ભાઈએ કેબલ તો જોડી જોયા પણ કઈ મેળ પડ્યો નહિ.. ઉનાળા ખરા બપોરિયા તાપમાં મારું મગજ પણ ગયેલું હતું એટલે મેં જરા કહ્યું કે બહુ લાપરવાહી છે, ધાંધીયાવેળા છે..? ૩૦ દિવસ માંથી ૧૨ દિવસ ફોન બંધ રહે ને પછી રીપેર કરવા પણ કાલાવાલા કરવાના.. એટલે પેલા સરકારી ભાઈસાહેબે મને સંભળાવી દીધું કે વધારે મગજમારી કરશો તો આજે પણ રીપેર નહિ થાય.. બોલો શું કરી લો તમે..? કોને જઈને કહો..?

 

પોલીસ.. નામ સાંભળીને સામાન્ય માણસને તો બીક લાગી જ જાય પણ કદાચ બુટલેગરોને, સત્તોડીયાઓને, બે નંબરના ધંધો કરતા લોકોને જરાય બીક નથી લાગતી. આજની આ વિચિત્ર હકીકત છે. કદાચ આ ઘટનાથી મને પોલોસજાત માટે નફરત થઇ ગઈ હોઈ તો નવાઈ નહિ. હું જ્યાં નોકરી કરું છું ત્યાં મારે બસમાં જવાનું હોઈ છે. હું ઘરેથી નીકળી એક ચોક્કસ જગ્યા એ મારું વાહન પાર્ક કરું છું, કે જ્યાં મારા સિવાય ઘણા બધા પોતપોતાના વિહિકલ પાર્ક કરતા હોઈ છે.  એક દિવસે મને ઓફિસથી આવતા ખાસ્સું મોડું થઇ ગયું. લગભગ રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ હું મારા વિહિકલ પાર્ક કરવાની જગ્યાએ પહોચ્યો. મારું વિહિકલ ત્યાં હતું નહિ. એટલે મેં સીધા નજીકના પોલોસ સ્ટેશન જઈ એફ.આઈ.આર લખાવાની તજવીજ હાથ ધરી પણ પેલા ફરજ પરના પોલીસે પેહલા તો ના જ પાડી દીધી. મેં કાલાવાલા કર્યા તો એ જરા માન્યો. એને મારી પાસે આર.સી. બૂક માંગી એટલે મેં કહ્યું કે એતો ઘરે પડી છે. તો એને કહું કે, “ તો ભાઈ મેળ નહિ પડે..? હા પણ એક રસ્તો છે..?” મેં બોલવા કહ્યું. મને કહે, “કાચી નોધ લખી આપું પછી કાલે આવીને રીપોર્ટ લખાવી દેજો.” એટલે મેં હા કહ્યું. વળી પાછો બોલ્યો, ”એક કામ કરો ને કાલે જ આવજો. કાલે જ એફ.આઈ.આર લખી આપીશ.” એટલે હું સમજી ગયો ને મેં કહ્યું કે સાહેબ જે કઈ થાઈ એ લઇ લેજો પણ કરી આપો.

બીજી સવારે મેં ઘણી બધી જગ્યા એ શોધી જોયું પણ કઈ પત્તો લાગ્યો નહિ છેવટે કંટાળીને હું આર.સી બૂક લઇ પોલીસ સ્ટેશન ગયો. પેલાએ મારી વિગત અનુસાર કાચી નોધ કાઢી એટલે એને ખબર પડી ગઈ કે એ રાત્રે મેં કોની પાસે લખાવી હતી. એ ભાઈએ મને એફ.આઈ.આર તો લખી આપી પણ પાંચનામા માટે બીજા દિવસે આવવા કહ્યું. હવે વાત એમ બની કે કાચી નોધ લખવા વાળો પોલીસવાળો બીજો હતો ને એફ.આઈ.આર વાળો અલગ. એફ.આઈ.આર વાળાએ તો મારી પાસે વિહિકલ ની શોધખોળ માટે જરૂરી ૫૦૦ રૂપિયા લાંચ પેટે માંગી લીધા, પણ હું કઈ મુસીબતમાં ફસાવાનો હતો એની મને કલ્પના પણ નહોતી. ૨-૩ દિવસ પછી હું નક્કી કરેલા દિવસે પંચનામા માટે ગયો ત્યારે ત્યાં “કાચી નોંધ” લખવા વાળો પોલોસ ડ્યુટી પર હતો. એને મારો ઉઝરડો લઇ નાખ્યો. મને કહે કે તે બીજા પાસે એફ.આઈ.આર લખાવી જ કેમ..? એ ગુસ્સામાં હતો કેમ કે મારી લાંચના પૈસા જે એને લેવાના હતા એ એને મળ્યા નહોતા. આમાં મારો શું વાંક..? બોલો શું કરી લઉ હું..? કોને જઈને કહું..?

 

હું એટલો મોટો તો નથી કે દેશના બીજા ઘણા મહત્વના પ્રશ્નોમાં ધ્યાન આપું કે તે ઉકેલવા કઈ પ્રયત્નો કરું..? મારા માટે ને આપણા જેવા સામાન્ય માણસ માટે આ બધા પ્રશ્નો જ મહત્વનાં છે. આવા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવો..? કોને કહેવાનું..? ઉપાય કઈ રીતે કાઢવો..??

એમ તો હું એન્જીનીયર રહ્યો એટલે મારા “ખુરાફાતી” દિમાગમાં એકાએક ઘણા વિચાર આવી જાય, જેવા કે..

–     મીડિયામાં ચમકાવીએ આવા પ્રશ્નો તો, પેનલ ડીસ્કશન રાખીએ તો..?

–     કોઈ મંત્રીશ્રીનાં હેલ્પ લાઈન નંબર પર કમ્પ્લેન કરીએ તો..? (કદાચ એમાંય લાંચ આપવી પડે)

–     કાંતો એક કામ કરી શકાય, મારામાં ગાંધીજીની જેમ ધીરજ નથી ને મારે ૧૫૦ વરસ પણ બગાડવા નથી.. તો યુવાનોનું એક યુનિયન બનાવીએ કે જે આવા લોકો ના પ્રશ્નો સાંભળે અને સીધા હિંસાનાં માર્ગે ઉપાય શોધે એટલે “ઈંટ નો જવાબ પથ્થરથી કે પછી ખૂન કા બદલા ખૂન..”

 

છેલ્લો જવાબ મારા મગજ પર ભારે અસર કરે છે મિત્રો.. આવા લોકોને આજ રીતે બોધપાઠ આપી શકાય એમ છે. ઘણા કહે છે કે, “કુતરા ને ભસવા ન જવાય..” પણ લાકડી કે પથ્થર વડે ભગાડાય તો ખરાને. ને જે કુતરા ને હું રોટલી નાખું એ જ કુતરો મને કરડે એ હું એ કોઈ કાળે ન ચલાવી લઉં.. તમારું શું માનવું છે..? શું છે તમારા અભિપ્રાયો..?

 

 

ઝેનિથ

૧૨/૦૬/૨૦૧૧

Posted in લેખો.. | 10 ટિપ્પણીઓ

“उमंग”


१३ मार्च २०११ को हमारी कंपनी की ६०वि सालगिराह है.. उसी विषयमें “उमंग” थीम के आधारित यह रचना कंपनी को समर्पित कर रहा हूँ. आशा है की आपको पसंद आये..

“उमंग”

——————————————————————————–

आज फिर वह प्यारा दिन आया है,
ज़र्रा ज़र्रा खिल के मुस्कुराया है,
“उमंग” सबके चहरे पर जो लाया है..
“कैडिला” वह कहलाया है..

मुश्किल वक्त कभी ना अब टिक पायेगा,
हर कोई अपनी ताकत दिखलायेगा..

खामोश ना अब हम रहे पाएंगे,
हर रास्तेको सर कर जायेंगे..
जोश अपनी छावं तले जो लाया है..
“कैडिला” वह कहलाया है..

हवाओं के रुख को अब बदलना होगा..
सपनो को मुकाम हांसिल करना होगा..

मंजिलो की हम परवाह नहीं करते..
मुश्किल रास्तोंसे डरा नहीं करते..

दुनियाको अब हम दिखायेंगे..
कोशिशों को क्षितिज तक पहोचायेंगे..
बुलंद होंसला अपने विश्वास तले जो लाया है..
“कैडिला” वह कहलाया है..

आओं हम सब साथ चले,
ख़ुशी से अमन ये आबाद करे,

अब तक हमने जो भी पाया है,
खुद में एक विश्वास जगाया है,

पीछे हटने की अब उनकी बारी है..
क़दमों का आगे बढ़ाना जारी है..

बस अब नहीं रुकना हमे कहीं..
भरोसा ये हमने पाया है..
“उमंग” अपने प्यार तले जो लाया है..
“कैडिला” वह कहलाया है..

आज फिर वह प्यारा दिन आया है,
ज़र्रा ज़र्रा खिल के मुश्कुराया है,
“उमंग” सबके चहरे पर जो लाया है..
“कैडिला” वह कहलाया है..

 

ज़ेनिथ सुरती (१६ फरवरी २०११)

——————————————————————————-

Posted in મારા વિચારો કવિતામાં.. | 9 ટિપ્પણીઓ

આજનું પ્રજા સત્તાક..!!


ગણતંત્ર.. એને પ્રજાસત્તાક પણ કહેવાય..!! ને આ આજનું પ્રજા સત્તાક..!!

નેતા ચૂંટાય પેહલા પ્રજાની મરજી થી ને પછી સત્તા ચલાવે પોતાની મરજીથી..

પોલીસથી લોકો વધારે ગભરાઈ છે ગુનેગારો કરતા..

પૈસા વગર સરકારી ઓફિસો માં કામ થતા નથી..

૪૧% લોકો ભારત માં ગરીબી રેખાની નીચે જીવે છે, સાથે સાથે ટેલીકોમ ૨જી  કૌભાંડ, આદર્શ કૌભાંડ, સી.ડબ્લ્યુ.જી કૌભાંડ પણ જીવે છે..

આ છે આજનું પ્રજાસત્તાક એટલે ગણતંત્ર..!!

પોતાના ઘરમાં ચોરી થઇ હોઈ તો પોલીસ ને ચોર શોધવા પૈસા ખવડાવવા પડે છે.. વકીલ, જજ, નેતા, પટાવાળાથી સત્તાવાળા બધાને જ પૈસા ખવડાવવા પડે છે..

ખબર નથી કે કયા “ગણ” નું કયું “તંત્ર” કે કઈ “પ્રજા” ની કઈ “સત્તા” ચાલે છે આજે..

જરા જાણવા મળે તો મને પણ જણાવજો..

તમને નથી લાગતું કે આપણે જાગવાની ને બદલાવાની જરૂર છે..

Zenith (26/01/11)

Posted in લેખો.. | 5 ટિપ્પણીઓ

વિચિત્રતા..!!


ગુજરાતી મારી માતૃભાષા..!

ગુજરાતી ભાષા પ્રત્યે આટલો પ્રેમ..!

દરરોજ ગુજરાતી બોલું, ગુજરાતી લખુ..!

ગુજરાતી માધ્યમમાં ભણ્યો..!

પણ આજે છેક, ખ્યાલ આવ્યો કે આજ સુધી મારા સંસ્કૃતમાં ગુજરાતી કરતા કાયમ વધારે જ માર્ક્સ આવ્યા છે..!!

એપ્રિલ મહિનામાં મેં એક પોસ્ટ મારા બ્લોગ પર મૂકી હતી,

“વહેમ છે મને કે, જીંદગીમાં કઈ મડ્યુ નહીં..
ને હકીકત એટલીજ, કે જે મડ્યુ એ ક્યાંય જડ્યુ નહીં..!”

પંક્તિઓ કેટલી સાર્થક લાગે છે નહિ..!

ને છેલ્લે,
“સમજણની નાસમજ ને સમજ સમજી, સમજણની પાળે ઉભો આ સમજદાર..!”

Zenith
28/12/10

Posted in લેખો.. | 13 ટિપ્પણીઓ