પરીક્ષા..!


જીવનની પરીક્ષાને અનુલક્ષીને એક રચના તમારી સમક્ષ હાજર કરી છે, આપના અમૂલ્ય અભિપ્રાયો અપેક્ષા, આભાર..

ઈશ્વર પણ જાણે ઘણીવાર કમાલ કરી નાખે છે,

ન આવડતા હોઈ એવા સવાલ કરી નાખે છે..

જવાબ શોધતા વાર શું લાગે કે..!

એ જાણે સમય સમાપ્ત કરી નાખે છે..

લખતા લખતા થાકી જવાય છે મારાથી,

પણ મને ભોળવીને, જોડણીની ભૂલો કરી નાખે છે..

લાગવગની તો એને બિલકુલ આદત નથી,

જરા પૂછવા શું જઈએ, તરત નપાસ કરી નાખે છે,

ન જાને કેટલા પ્રશ્નપત્રો તૈયાર કરી ગયો હતો,

પ્રેક્ટીસ બૂકથી માંડી સ્વાધ્યાયપોથીના સવાલ કરી ગયો હતો,

કોક ને ક્યાંકથી “ગાઈડ” કે “અપેક્ષિત” મળે તો કહેજો,

અગત્યના પ્રશ્નો નું લિસ્ટ મળે તો કહેજો,

આ વખતે તો પરીક્ષામાં પાસ થવું છે,

વર્ગમાં બધાની વચ્ચે ખાસ થવું છે,

એની મહેરબાનીથી પાસ થઈ જાઉં તો પણ શું..?

તરત એ નવા વર્ગમાં બઢતી કરી નાખે છે..!

——–

ઝેનિથ સુરતી,૧૫.૭.૨૦૧૩

Advertisements
This entry was posted in મારા વિચારો કવિતામાં... Bookmark the permalink.

7 Responses to પરીક્ષા..!

 1. આદરણીયશ્રી. સુરતી સાહેબ

  આપની પરીક્ષા પરની રચના ખુબ જ ગમી,

  બસ આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો

  હજુ વધુ આ પ્રકારની રચના મુકો સાહેબ

 2. Gujaratilexicon કહે છે:

  નમસ્કાર!
  આપનો બ્લોગ ””અંતરનુ આંજણ”” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  • Zenith Surti કહે છે:

   ખૂબ ખૂબ આભાર.. ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે હું અવિરત હાજર રહીશ. મારા બ્લોગ પર આપની લીંક મૂકી દીધી છે.
   હું ગુજરાતીલેક્સિકોનનો નિયમિત ઉપયોગ કરું છું. ખૂબ ખૂબ અભિનંદન.. ગુજરાતીલેક્સિકોન દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ..

   ઝેનિથ સુરતી

 3. sahradayi કહે છે:

  ખુબ સુંદર પ્રસ્તુતિ . આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( Students of FMS , Delhi & BITS Pilani ) ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ફ્રી microsites આપી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

  આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સેપ્તેમ્બેરે પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. તદુપરાંત આપ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી કરી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http://www.pratilipi.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s