ક્યાંક તો હું અટવાયો છું..


હજી સચવાયો છું,
ક્યાંક તો હું અટવાયો છું..

આંખની ભીની કિનારીએથી લઈને,
તારા હોઠના મધુર સ્મિત સુધી,
ક્યાંક તો હું ભીંજાયો છું..

કરીલે ગમે એટલી કોશિશ ભલે,
હૃદયના કોઈક ખૂણે,
ક્યાંક તો હું જળવાયો છું..

ભૂલવાની આદત મને,
ભલે તે પાડી છતાં..
યાદોમાં તારી હું ફસાયો છું..

આમ બુમો પાડીને મનમાં,
પડઘાની રાહ જોતા જોતા..
ક્યાંક તો હું ખટકાયો છું..

તારી મને હવે જરૂર શી છે,
સુરાલયના* કોઈ દરવાજે,
કાયમી હું ગોઠવાયો છું..

વીતી ગયેલી એ કાલ માટે,
મિટાવી દઉં “આજ”નું અસ્તિત્વ હવે,
ક્યાંક તો હું અચકાયો છું..

હજી સચવાયો છું,
ક્યાંક તો હું અટવાયો છું..

* સુરા – મદિરા, મદ્ય, દારૂ; સુરાલય – દારૂ મળી રહે એ સ્થળના સદંર્ભમાં

ઝેનિથ
૨૧.૧૦.૨૦૧૧

Advertisements
This entry was posted in મારા વિચારો કવિતામાં... Bookmark the permalink.

4 Responses to ક્યાંક તો હું અટવાયો છું..

 1. Dave Parjanya કહે છે:

  Very, Very,……Good
  PBDave

 2. Khushbu કહે છે:

  Bahuj Saras shabdo ni gothvan chhe.

  Very nice. Keep it up.

 3. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s