આંખોને પણ ક્યારેક પાંપણનો ભાર લાગે છે..!


 

આંખોને પણ ક્યારેક પાંપણનો ભાર લાગે છે..!
ભેગા બેઠા છતાં અટૂલો સંસાર લાગે છે..!

નામ પણ મારું ક્યાં શોધવું..?
ભાષાના પણ અહીં ઘણા પ્રકાર લાગે છે..!

સવારનો પડછાયો પણ ક્યાં ઓળખાય છે સાંજે..?
એને પણ સમયનો આકાર લાગે છે..!

સંતાકુકડી રમતા રમતા થાકી ગયો છે ચાંદો હવે,
રમત બદલવાનો પણ એને હવે વિચાર લાગે છે..!

ને હું તો ક્યારનો બેઠો છું મૂંગો હૈયું દબાવી,
પણ એને મારા રુદન નો એ પ્રચાર લાગે છે..!

કાંટાઓ પર પણ તો હોય છે ફૂલો ઘણા,
પણ એને ક્યાં એ શણગાર લાગે છે..?

ને કોણ કહેશે કે શું કરું આ “કાલ” નું..?
એને પણ “આજ”માં જીવવામાં થોડો સાર લાગે છે..

લે..! ને આ મોત તો સામે આવીને ઊભું..!
અને ક્યાં જીવનની દરકાર લાગે છે..?

ને આમ ક્યાં સુધી હાથ ફેલાવું તારી સામે..?
ખુદાને પણ પરિસ્થિતિ નો હવે ચિતાર લાગે છે..

 

ઝેનિથ, ૧૭ ઓક્ટોબર ૨૦૧૦

Advertisements
This entry was posted in મારા વિચારો કવિતામાં... Bookmark the permalink.

15 Responses to આંખોને પણ ક્યારેક પાંપણનો ભાર લાગે છે..!

 1. Kinjal Desai કહે છે:

  Hi Zenith,
  Really it’s nice though in form of poem.
  Keep writing like this
  Kinjal

 2. Margi કહે છે:

  Very Good.. I was telling u na!!!!

 3. Nayan Bhatt કહે છે:

  Kya sudhi Lakhto Rahis Avi Sunder Kavitao…???
  Have Tara Ma Pan Ek Kavi No Vaas Lage Che.

 4. mehul કહે છે:

  Good one ………….. keep writing……….. but bahu divas pacchi te post kari ……….

 5. Ruchita Chokshi કહે છે:

  Hey zenith its such a wonderfull n amazing words which u used….great talent
  fantastic lyrics…just send m yr another poems also

 6. નટવર મહેતા કહે છે:

  સરસ રચના.
  વાહ!
  ને આમ ક્યાં સુધી હાથ ફેલાવું તારી સામે..?
  ખુદાને પણ પરિસ્થિતિ નો હવે ચિતાર લાગે છે..

 7. Dhiren raval કહે છે:

  hi dear.
  realy it is a nice..wonderful..

 8. SARYU PARIKH કહે છે:

  એમ જ આવી ચડી તમાર બ્લોગ પર. રચનાઓ ગમી.
  સરયૂ પરીખ…ગંગોત્રી
  Austin, Texas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s