અમે રહી ગયા..!
દઈ દરદ એ ક્યાંક વહી ગયા,
ભીની આંખે સ્તબ્ધ અમે રહી ગયા..
ખબર ન હતી આંસુને એના મ્રુત્યુની,
આંખેથી ટપકી, ગાલેથી એ વહી ગયા..
એમને મન સંબંધ પૂરા હવે થઈ ગયા,
પૂરા તો એ થયા, અધુરા અમે રહી ગયા..
ખબર ક્યા હતી કે સાથ હશે ઘડી બેઘડીનો,
ઘડીઓ વિસરાઈ ગઈ, બસ ઈતિહાસ રહી ગયા..
સમય ઋજાવી નાખશે ઘાવ બધા,
એ તો ભુલી ગયા..! આપ્યા કોણે..?
એ સમજવા બાકી મારે રહી ગયા..
નિયમ દુનિયાનો છે આ જ, એવુ કહે છે બધા,
“ઝેનુ” લુંટાયુ એ જ જાણે,
બાકી, અમે રહી ગયા ને એ વહી ગયા..
ઝેનિથ, ૯/૪/૨૦૦૯
દસ્તૂર..
દિવસ “આજ” બહુ મજાનો છે,
તારા વિરહની પૂરી થતી સજાનો છે..
ખુદા, દસ્તૂર આ તારો પૂરાનો છે..!
પાનખર પછી આવે વસંત,
ખેલ આ જરા મજાનો છે..
ઝેનિથ સુરતી, ૧૯/૯/૨૦૧૦
ખુદા પણ મારો કમાલ કરી ગયો..!
ખુદા પણ મારો કમાલ કરી ગયો..!
એક કાંકરે બે શિકાર કરી ગયો,
જીંદગી તો જીવવા આપી એક જ મને,
પણ રસ્તા એ હજાર મૂકી ગયો..!
ઝેનિથ સુરતી, ૧૫/૯/૨૦૧૦
રમત રમત આ તે કેવી રમત..!!
રમત રમત આ તે કેવી રમત,
કોણ કોની જોડે રમે..!
કઈ ખબર ન પડે એવી રમત..!
પળમાં હસાવે પળમાં રડાવે,
કોણ કોને હસાવે, ને કોને રડાવે..!
કઈ ખબર ન પડે એવી રમત..!
ક્યારેક હરાવે તો ક્યારેક જીતાવે,
પોતાને હરાવી પારકાને જીતાવે..!
કઈ ખબર ન પડે એવી રમત..!
કોઇક છે આગળ ને કોઈક છે પાછળ,
કોણ કોને દોડાવે..!
કઈ ખબર ન પડે એવી રમત..!
કોઈક ને થાય ખુશી, ને કોઈક થાય દુ:ખી..!
કોને ખુશ કરી, કોને દુખી કરાવું..!
કઈ ખબર ન પડે એવી રમત..!
નથી રમવી મારે આ રમત,
પણ પેલો, આંગળીના ટેરવે નચાવે,
નાછુટકે રમવી પડે આ રમત..!
રમત રમત આ તે કેવી રમત,
ભલભલાને લલચાવે એવી રમત..!!
ઝેનિથ (૨૯ એપ્રિલ ‘૦૯)
સ્વપ્ન કે હકીકત..
સરવાળે તો બધું જ શૂન્ય હતું,
પણ ભાગાકાર જેવો કર્યો,
કે એ અનંત થઈ ગયું..
બંધ મુથ્થી ખોલી મેં જોવા,
ત્યાં તો એ અલોપ* થઈ ગયું..
એ તો સમજી બેઠા હતા સ્વપ્ન એને,
મારે મન તો, એ હકીકત થઈ ગયું..
(અલોપ શબ્દનાં બે અર્થ થાય છે. સંસ્કૃત માં અલોપ એટલે ”દેખાવું” જયારે ગુજરાતી માં ”ન દેખાવું” થાય છે. અહી બંને અર્થે આ શબ્દ લઇ શકાય તેમ છે.)
માનવી કોઈક વાર જીવનમાં અમુક અગત્યની બાબત માટે સમજી શકતો નથી કે, જે કઈ પણ થઇ રહ્યું છે એ હકીકત છે કે સ્વપ્ન. ક્યાંક તો એ ખુશીની બાબત હોઈ છે કે ક્યાંક એ દુખની બાબત હોઈ છે. એ પણ આ “અલોપ” શબ્દ ની માફક જ હોઈ છે. એ નક્કી નથી કરી શકતો કે એનો શું અર્થ કરવો..? સ્વપ્ન કે હકીકત.. બસ આ જ વિચાર માટે બે – ત્રણ લાઈનો લખવાનું મન થયું તો, ઉપર મુજબ નું કૈક લખાયું..
ઝેનિથ સુરતી, ૪ સપ્ટેમ્બર ૨૦૧૦
“મારો એક વિચાર અને તમારા અભિપ્રાયો – ભાગ ૨”
(આજે હું તમારા અભિપ્રાયો માટે મારા લેખ નો બીજો ભાગ મૂકી રહ્યો છું. આ લેખ “માનવી અને દુઃખ માટેના મારા વિચારો” નો છે.. તમારા અભિપ્રાયોની આ વખતે પણ હું સહ-હૃદય અપેક્ષા રાખું છું. તમારા અમૂલ્ય અભિપ્રાયો મને કાયમ મળતા જ રહે એવી આશા..)
“મારો એક વિચાર અને તમારા અભિપ્રાયો – ભાગ ૨“
માનવી અને દુઃખ માટેના મારા વિચારો..
મારી પોસ્ટ “મારી એક ઘટના અને તમારા અભિપ્રાયો” માં એક વાચક મિત્ર એ એમના વીતી ગયેલા કિસ્સાની વાત કરી. વાત એમ બની કે એ મિત્ર મંદિરેથી નીકળ્યા, ભિખારી ભીખ માંગી રહ્યો હતો, પણ પૈસા ન હોવાને લીધે એ મિત્ર ધ્યાન આપ્યા વગર ફટાફટ રીક્ષા કરીને નીકળી ગયા. રિક્ષાવાળા ને પૈસા પણ ઘરે જઈને જ આપવાના હતા. પણ બન્યું એમ કે એમનાથી ન રહેવાયું ને એ પાછા ભિખારી પાસે ગયા. એમને ભિખારી ને કહ્યું કે, મારી પાસે પૈસા તો નથી પણ જો તને કઈ મદદ જોઈતી હોઈ કે તું કહે, તો હું બીજા પાસે પૈસા માંગી ને તને આપું. પણ ભિખારી એ સામે વળતો જવાબ આપી દીધો કે, જા – જા તું વળી શું પૈસા આપીશ..? તારી ખુદની પાસે પૈસા નથી..! મારા મિત્રને પણ એક વાર કદાચ એવો વિચાર આવી હયો હશે કે, ભીખારીઓ ને પણ શું મદદ કરવા જેવી છે..? ને કદાચ ૮૦ ટકા લોકોને પણ આ જ વિચાર આવે.
ચાલો, હવે આપણે ભિખારીને મદદ કરવી કે નહિ એ વાત ને ગૌણ ગણી ને મિત્રને દુઃખ થયું એ વાતને મુખ્ય ગણી વિચારીએ તો..! મિત્ર ને દુઃખ થયું એ વાત સાચી છે, પણ કેમ થયું..? આ “કેમ” નામનો સવાલ કાયમ વચ્ચે આવે જયારે આપણે જ્ઞાનતંતુઓ ને જોર આપીને અંતરના વિચારોને પરામર્શ કરવા પ્રેરિત કરીએ, ખરું ને..? આ વિચારો ના અર્થઘટનની ક્રિયા પણ અજીબ છે.
મારુતો સ્પષ્ટ પણે માનવું છે કે, માનવી ના વિચારો ની ભિન્નતા ને સમજણ શક્તિની અસ્પૃશ્યતા જ માનવી નાં એકબીજા પ્રત્યેના ગમા – અણગમાની ભાવના પેદા કરે છે. મારું ને તમારું નથી બનતું એટલે કે આપણા વિચારો મળતા નથી આવતા. આ એકદમ સામાન્ય વસ્તુ છે. તમને હું ગમું છું કેમ કે આપણા વિચારો આપણી ફ્રીકવન્સી મળતી આવે છે. બસ બીજું કઈ કારણ નથી. નાની નાની દરેક વસ્તુ માં આજ છે. વિચારો ને એનું અર્થઘટન.
દુઃખની વાત કરું તો, મિત્ર ને દુઃખ થયું, કેમ..? કેમ કે એને અપેક્ષા બંધાઈ ગઈ હતી. હું આમ કરીશ તો સામે મને આમ મળશે. ને આ મારા મિત્રની જ ખાલી વાત નથી, આ બધાની વાત છે. અપેક્ષાઓ જ માનવી ને દુઃખ આપે છે. પુત્ર એ મારા માટે આમ ન કર્યું, મેં એના માટે આખી જીંદગી આપી દીધી, કેટકેટલું કર્યું..? ને પુત્ર એ આવું કર્યું..? પણ છેલ્લે તો માં-બાપ ને દુઃખ થયું ને. માં-બાપે અપેક્ષાઓ રાખી, તો દુઃખ થયું..?
જેટલી અપેક્ષાઓ ઓછી રાખશો એટલું ઓછું દુઃખ થશે. હું આ વાત ને બહુ માનું છું. અપેક્ષાઓ હમેશા બને એટલી ઓછી રાખો. પછી તમને થશે કે, કોઈના માટે આપણે કઈ કરવું કે નહી..? કેમ કે અપેક્ષાઓ ઓછી કરવા માટે એને સૌથી મુખ્ય પરિબળ ગણી શકાય, ખરું ને..? કોઈના માટે કઈ કરવાનું જ નહિ, એટલે અપેક્ષા જ નહિ ને દુઃખ જ નહિ..! આ વસ્તુ દરેક માણસ – માણસ ના સ્વભાવ પર આધાર રાખે છે. ચાલો આ સમજાવવા હું એક નાની વાર્તા કહું. આ વાર્તા મારી જ ઓફીસમાં કામ કરતા એક સહપાઠી કાયમ કહે છે. ઉમરમાં એ મારાથી ઘણા જ મોટા છે પણ એમના વિચારો અદભુત છે. એમની સમજણ શક્તિ ને જીવન સાથે તાલ મિલાવવાની કળા પણ શીખવા જેવી છે. પર્જન્ય દવે, એમના વિચારો માં બહુ જ સ્પષ્ટ છે. એ આટલા જુનવાણી હોવા છતાં, કર્મને વધુ મહત્વ આપવા વાળા ઇન્સાન છે. એમને જ મને કર્મ ની મહત્વતા સમજાવી છે. મારે માટે પણ “કર્મ ને એમાં રહેલું મર્મ” મારા સિદ્ધાંતોમાં અગ્રીમ સ્થાને છે.
વાર્તા એમ છે, એક ગામ માં એક સુંદર ઝરણું હતું. બધા જ ગામવાસીઓ ત્યાં પોતાની રોજ-બરોજ ની ક્રિયાઓ જેવી કે નાહવા, કપડા ધોવા વિગેરે કરવા આવતા. ત્યાં નજીક માં જ એક ઋષિ નો આશ્રમ હતો. એ પણ રોજ ત્યાં નાહવા ને સુર્ય દેવતાની પૂંજા કરવા આવતા. એક દિવસ એમ થયું કે જ્યારે ઋષિ નહાતા હતા ત્યારે એમને ઝરણા માં એક વીંછી ને તણાતો જોયો. એટલે ઋષિ એને બચાવા લાગ્યા. પાણીનું વહેણ ઝડપી હતું. જેવો ઋષિ એ વીંછીને બચાવવા હાથ નાખ્યો કે તરત વીંછી એ ડંખ માર્યો. ઋષિ ને લોહી નીકળવા લાગ્યું. બે-ત્રણ વખત આવી ઘટના બની. આ જોઈ રહેલા એક ગામવાસી એ કહ્યું, ”મહારાજ, આ વીંછી તમને ડંખ મારે છે વારંવાર છતાં તમે એને બચાવો છો, ઝેર ચઢી જશે તો ભારે મુશ્કેલી થઇ પડશે..?” મહારાજે કહ્યું, ”બેટા, વીંછીનો સ્વભાવ તો ડંખ મારવાનો છે એટલે એ ડંખ મારશે, પણ મારો સ્વભાવ એક જીવની રક્ષા કરવાનો છે. જે હું કરી રહ્યો છું. એ એના સ્વભાવ પ્રમાણે વર્તે છે ને હું મારા. હું એને બચાવી રહ્યો છું કેમ કે મારા દિલ ને આમ કરવું ગમે છે, મને આનંદ થાય છે, સંતોષ મળે છે. એ મને શું કરશે એનાથી મને કોઈ નીસ્બદ્ધ નથી.” આમ દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ મુજબ વિચારે છે, અર્થઘટન કરે છે ને અનુલક્ષે છે. અને એ એજ રીતે વર્તશે.
वोट – एक व्यंग रचना..



![Lazy Lass [eXPLoReD] Lazy Lass [eXPLoReD]](http://static.flickr.com/7083/7272226034_3d95aba441_t.jpg)