Category Archives: મારા વિચારો કવિતામાં..

મારી કિતાબમાં..

મળ્યા બધા, ને જાણ્યા અમુકને નમાજમાં..
ઉતાર્યા છે સરનામાં મેં ઘણા મારી કિતાબમાં..
 
ફિકર નથી કે કોઈ નારાજ થશે,
પોતાના પરખાઈ ગયા છે ઘણા મારી કિતાબમાં..
 
રખેને કોઈ ચુકી જાતુ ”આજ” મહીં,
પાનાં હજી કોરા પડ્યા છે ઘણા મારી કિતાબમાં..
 
 
ઝેનિથ સુરતી
૦૧.૦૩.૨૦૧૨

વ્યથા..

 
બે હૈયાની વ્યથા છે આ,
વીતેલા ક્ષણોની કથા છે આ..
ન માની બેસો વસંત એને,
પાનખર પેહલાની  પ્રથા છે આ..
 
ઝેનિથ,
૨૩/૯/૨૦૧૧

ક્યાંક તો હું અટવાયો છું..

હજી સચવાયો છું,
ક્યાંક તો હું અટવાયો છું..

આંખની ભીની કિનારીએથી લઈને,
તારા હોઠના મધુર સ્મિત સુધી,
ક્યાંક તો હું ભીંજાયો છું..

કરીલે ગમે એટલી કોશિશ ભલે,
હૃદયના કોઈક ખૂણે,
ક્યાંક તો હું જળવાયો છું..

ભૂલવાની આદત મને,
ભલે તે પાડી છતાં..
યાદોમાં તારી હું ફસાયો છું..

આમ બુમો પાડીને મનમાં,
પડઘાની રાહ જોતા જોતા..
ક્યાંક તો હું ખટકાયો છું..

તારી મને હવે જરૂર શી છે,
સુરાલયના* કોઈ દરવાજે,
કાયમી હું ગોઠવાયો છું..

વીતી ગયેલી એ કાલ માટે,
મિટાવી દઉં “આજ”નું અસ્તિત્વ હવે,
ક્યાંક તો હું અચકાયો છું..

હજી સચવાયો છું,
ક્યાંક તો હું અટવાયો છું..

* સુરા – મદિરા, મદ્ય, દારૂ; સુરાલય – દારૂ મળી રહે એ સ્થળના સદંર્ભમાં

ઝેનિથ
૨૧.૧૦.૨૦૧૧

પ્રેમ..

 
પ્રેમના આ વ્યાકરણમાં અલંકાર નથી હોતા, 
છંદ છે માત્ર નામના, ને વિશેષણ કામના નથી હોતા..
તું આવે છે ગુરુમાં, ને હું લઘુમાં સમાઉં છું.. 
તારા આ પ્રેમનાં ગ્રંથમાં બસ ડૂબતો જ જાઉં છું.. 
 
આંખમાં આવેલા આંસુ જો સમજી શકે તું ક્યારેક,
નસીબમાં મળેલા સ્વપ્નો જો જીવી શકે તું ક્યારેક..
તો આ આંસુને પણ મોતી બનાવી ને કરીશ હાજર..
જો નાં તું પાડે તો, પાણી સમજી ફેરવી લઈશ નજર..!
 
તું છે અહીં ક્યારેક, ને ક્યારેક તુજમાં પરોયો છું..
તારા આ પ્રેમમાં પાગલ હું હદપાર ખોયો છું.. 
મારા સ્વપ્નમાં આવી ખુદ, હું ચોધાર રોયો છું..
તું પ્રેમથી ફેરવી દે હાથ, પછી ભલેને કબરે સોયો છું..
 
 
 
ઝેનિથ
૬ ઓગસ્ટ ૨૦૧૧
 
 

“उमंग”

१३ मार्च २०११ को हमारी कंपनी की ६०वि सालगिराह है.. उसी विषयमें “उमंग” थीम के आधारित यह रचना कंपनी को समर्पित कर रहा हूँ. आशा है की आपको पसंद आये..

“उमंग”

——————————————————————————–

आज फिर वह प्यारा दिन आया है,
ज़र्रा ज़र्रा खिल के मुस्कुराया है,
“उमंग” सबके चहरे पर जो लाया है..
“कैडिला” वह कहलाया है..

मुश्किल वक्त कभी ना अब टिक पायेगा,
हर कोई अपनी ताकत दिखलायेगा..

खामोश ना अब हम रहे पाएंगे,
हर रास्तेको सर कर जायेंगे..
जोश अपनी छावं तले जो लाया है..
“कैडिला” वह कहलाया है..

हवाओं के रुख को अब बदलना होगा..
सपनो को मुकाम हांसिल करना होगा..

मंजिलो की हम परवाह नहीं करते..
मुश्किल रास्तोंसे डरा नहीं करते..

दुनियाको अब हम दिखायेंगे..
कोशिशों को क्षितिज तक पहोचायेंगे..
बुलंद होंसला अपने विश्वास तले जो लाया है..
“कैडिला” वह कहलाया है..

आओं हम सब साथ चले,
ख़ुशी से अमन ये आबाद करे,

अब तक हमने जो भी पाया है,
खुद में एक विश्वास जगाया है,

पीछे हटने की अब उनकी बारी है..
क़दमों का आगे बढ़ाना जारी है..

बस अब नहीं रुकना हमे कहीं..
भरोसा ये हमने पाया है..
“उमंग” अपने प्यार तले जो लाया है..
“कैडिला” वह कहलाया है..

आज फिर वह प्यारा दिन आया है,
ज़र्रा ज़र्रा खिल के मुश्कुराया है,
“उमंग” सबके चहरे पर जो लाया है..
“कैडिला” वह कहलाया है..

 

ज़ेनिथ सुरती (१६ फरवरी २०११)

——————————————————————————-

મારી સહધર્મચારિણી..!! એક હાસ્ય કવિતા..

મારી સહધર્મચારિણી..!!
એક હાસ્ય કવિતા..

——————————————————————————–

( મિત્રો, આ એક પતિની “પોતાની” પત્ની માટે લખાયેલી હાસ્ય કવિતા છે.. શરૂવાત પત્નીના “વખાણથી” શરૂ થાય છે ને પછી જેમ પત્નીની “કયા-પલટ” થાય છે, એમ આ કવિતાની પણ કયા-પલટ થાય છે..! ગમેતેવો પરંતુ આ પ્રેમ ખુબ અનેરો હોય છે. કહેવાય છે ને કે, ગાડાનાં બંને પૈંડા હોવા જરૂરી છે, એ જ રીતે સંસાર રથના પણ બંને ચક્રો હોવા ખુબ જ જરૂરી છે, “ભલે પછી એક નાનું – મોટું કે જાડુ – પાતળું હોય..!!” )

જ્યારે જ્યારે તું જૂલ્ફો હટાવે છે,
તારા હુસ્નનું તેજ બધે પ્રસરાવે છે

જોઇને તારી અદા, ઓ મારી રાણી,
પુષ્પો પણ વેલીએથી પડી માન જતાવે છે..!

જ્યાં જ્યાં નજર તારી પડે છે,
પાડોશીઓ ઘાયલ થઇ મરે છે..!

તારી આ ચાલવાની છટા..!
ભલભલામાં ઉત્તેજના જગાવે છે..!

જ્યારે તું મને બાથમાં ભરી ફરાવે છે,
હૃદય મારું ગાંડુ..!
લોહીનું ભારે દબાણ દર્શાવે છે..!

આમ તું બેફીકર ગમે ત્યાં ના ફર,
ક્યાંક વાગી જશે..!
નજર કોઈની ખોટી લાગી જશે..!

આ જે કવિતા થોડો પ્રેમ બતાવે છે..!
હવે પછી સાચો અર્થ સમજાવે છે..!

એ તો ભગવાનની એક મહેર છે,
રાત્રીનો અંધારિયો, બીજો પહેર છે..!

અડફેટમાં જે એની આવે, એના ખેર છે,
વજન એનું પૂરું બસો ને ત્તેર છે..!!

જ્યારે એ ચારે કળા એ ખીલે છે,
ઘર આખું ભૂકંપનાં ઝટકા ઝીલે છે..!

જ્યારે જ્યારે એ સાદગી બતાવે છે,
શરીરને મારા તીવ્ર માંદગી સતાવે છે..!

પલંગ પર પડી જ્યારે આરામ ફરમાવે છે,
હાથીના બચ્ચાને પણ શરમાવે છે..

આમ તો એ ભોળી છે,
જાણે પ્રેમમાં કરુણા ચોળી છે..

એમ તો મારા પર પ્રેમ એ વર્તાવે છે,
પણ ક્યારેક ક્યારેક મને એ..!
જરા વધારે પડતી જ ડરાવે છે..!!

આ જે કવિતા થોડો પ્રેમ બતાવે છે..!
ખરેખર એ સાચો અર્થ જ સમજાવે છે..!

Zenith Surti
11th Oct 2010

આંખોને પણ ક્યારેક પાંપણનો ભાર લાગે છે..!

 

આંખોને પણ ક્યારેક પાંપણનો ભાર લાગે છે..!
ભેગા બેઠા છતાં અટૂલો સંસાર લાગે છે..!

નામ પણ મારું ક્યાં શોધવું..?
ભાષાના પણ અહીં ઘણા પ્રકાર લાગે છે..!

સવારનો પડછાયો પણ ક્યાં ઓળખાય છે સાંજે..?
એને પણ સમયનો આકાર લાગે છે..!

સંતાકુકડી રમતા રમતા થાકી ગયો છે ચાંદો હવે,
રમત બદલવાનો પણ એને હવે વિચાર લાગે છે..!

ને હું તો ક્યારનો બેઠો છું મૂંગો હૈયું દબાવી,
પણ એને મારા રુદન નો એ પ્રચાર લાગે છે..!

કાંટાઓ પર પણ તો હોય છે ફૂલો ઘણા,
પણ એને ક્યાં એ શણગાર લાગે છે..?

ને કોણ કહેશે કે શું કરું આ “કાલ” નું..?
એને પણ “આજ”માં જીવવામાં થોડો સાર લાગે છે..

લે..! ને આ મોત તો સામે આવીને ઊભું..!
અને ક્યાં જીવનની દરકાર લાગે છે..?

ને આમ ક્યાં સુધી હાથ ફેલાવું તારી સામે..?
ખુદાને પણ પરિસ્થિતિ નો હવે ચિતાર લાગે છે..

 

ઝેનિથ, ૧૭ ઓક્ટોબર ૨૦૧૦

અમે રહી ગયા..!

દઈ દરદ એ ક્યાંક વહી ગયા,
ભીની આંખે સ્તબ્ધ અમે રહી ગયા..

ખબર ન હતી આંસુને એના મ્રુત્યુની,
આંખેથી ટપકી, ગાલેથી એ વહી ગયા..

એમને મન સંબંધ પૂરા હવે થઈ ગયા,

પૂરા તો એ થયા, અધુરા અમે રહી ગયા..

ખબર ક્યા હતી કે સાથ હશે ઘડી બેઘડીનો,
ઘડીઓ વિસરાઈ ગઈ, બસ ઈતિહાસ રહી ગયા..

સમય ઋજાવી નાખશે ઘાવ બધા,
એ તો ભુલી ગયા..! આપ્યા કોણે..?
એ સમજવા બાકી મારે રહી ગયા..

નિયમ દુનિયાનો છે આ જ, એવુ કહે છે બધા,
“ઝેનુ” લુંટાયુ એ જ જાણે,
બાકી, અમે રહી ગયા ને એ વહી ગયા..

ઝેનિથ, ૯/૪/૨૦૦૯

દસ્તૂર..

દિવસ “આજ” બહુ મજાનો છે,
તારા વિરહની પૂરી થતી સજાનો છે..
ખુદા, દસ્તૂર આ તારો પૂરાનો છે..!
પાનખર પછી આવે વસંત,
ખેલ આ જરા મજાનો છે..

ઝેનિથ સુરતી, ૧૯/૯/૨૦૧૦

ખુદા પણ મારો કમાલ કરી ગયો..!

ખુદા પણ મારો કમાલ કરી ગયો..!
એક કાંકરે બે શિકાર કરી ગયો,
જીંદગી તો જીવવા આપી એક જ મને,
પણ રસ્તા એ હજાર મૂકી ગયો..!

ઝેનિથ સુરતી, ૧૫/૯/૨૦૧૦

Follow

Get every new post delivered to your Inbox.