બાપ..!! (કે પાપ..!!)


પ્રસ્તાવના
 
(સ્મશાનમાં બહુ જૂની એક સજ્જનની કબરમાં અચાનક તિરાડ પડે છે. બહારની તાજી હવા ને ઊજાસ એને ફરી સંસાર માણવા પ્રેરિત કરે છે. ત્યારે એક અર્થી ત્યાં આવી ચઢે છે. એક લાચાર બાપની અર્થી. અર્થીમાં પરાણે આવેલા દીકરાના વિચારો આ સજ્જન પુરુષના કાને પડે છે, ને સામે બાપની મનોવ્યથાનું વંટોળ ચકરાવે ચઢે છે. અંતે આ સજ્જન પુરુષ પ્રભૂને આજીજી કરે છે..)
 
 
 
એક દિવસ મારી કબરમાં તિરાડ પડી,
લાગ્યું જાણે આજ નવી સવાર પડી..!
 
થોડીવાર થઇ ત્યાં તો બહાર ફફડાટ વધી,
લે આતો મારા મિત્રોની વસાત  વધી..!
 
મે દીધા જરા કાન તિરાડે સાંભળવા,
પડ્યા બે બોલ કાને હળવા..!!
 
***
 
સારું થયું આ ત્રાસ ગયો,
આપણાં ઘરેથી શત્રુનો વાસ ગયો..
 
કેટલા દુ:ખ રે એમને દીધા,
આવા દહાડા ક્યારેય નાં દીઠા..
 
સંસાર મારો એવો બગાડ્યો,
પૈસા માં બહુ પછાડ્યો..
 
સારું થયું તું ગયો રે બાપ,
દુ:ખી કરી તે કર્યા કેટલા પાપ..
 
ઘરના ને મારા તે પજવ્યા,
છૂટવા તારાથી પ્રભુને કેટલા રીઝવ્યા..
 
અર્થી એ મરેલો બાપ જોતો’તો,
વગર આંસુ એ મનમાં રોતો’તો..
 
કે પડે નાં કડી ત્રાસ રે તને બેટા,
પૈસાને રાખ્યા મેં સદા મારાથી છેટા..
 
પામવા તને જાપ મેં કેટલા કીધા,
કાઢી મોં માંથી કોળીયા તને દીધા..
 
માંને તો તે કદી જોઈ નઈ,
સારું છે આજ એ રોઈ નઈ..!!
 
માં-બાપ ના લાડ મેં એકલાએ લડાવ્યા,
ને આજે તું કહે કે મેં તમને રડાવ્યા..?
 
મેં તો તારો સંસાર બગાડ્યો..!!
પણ દીકરા,
તે તો મારો ભવતર રંજાડ્યો..
 
કદાચ ખોટ મારામાં જ હશે,
કે હું બાપ ને બદલે પાપ બન્યો..
તારા જીવતરમાં હું શાપ બન્યો..
 
દીકરો તો બની ગયો તું બેટા,
બસ સારો બાપ થઇ બતાડજે..
પડછાયો મારો તારા દીકરાને નાં જતાડજે..
 
***
 
હે ભગવાન આ તિરાડ તું પૂરી દે,
ને ફરી સવારને રાત તું કરી દે..
 
નથી જવું મારે આ સંસાર માં પાછા..
બાપ કે પાપ ના પારખા કરવા સાચા..
 
હું ભલો ને મારી આ કબર ભલી,
એકલતાની મારી આ ચાદર ભલી..
 
  
 
ઝેનિથ સુરતી
૧૮ મે ૨૦૧૦

Posted on મે 18, 2010, in મારા વિચારો કવિતામાં... Bookmark the permalink. 24 Comments.

  1. Very Touching.

  2. Nice,Touchy poem!!!

  3. WAH BHAI KEVU PADE HOHHHHOOOOOOOOOOO

  4. સાચ્ચુ કહેજો ભઈલા, આ આપની રચના નથી, કેમ કે આવી સુંદર કલ્પના તો ૫૦ પછીના જ કરે, તમારે તો હજુ રમવાનુ ભણ્વાનુ અને ઉડ્વાનુ પણ છે, ખોટુ ના લગાડતા હો ભઈ, ખુબ્બજ સરસ કલ્પના અને સ્થળ ગોઠવ્યુ છે, ભવિષ્ય આપનુ ઉજળુ છે હો………..

    • આદરણીય શ્રી રાજેશભાઈ,

      સૌ પ્રથમ આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર અને સ-સ્નેહ વંદન.
      આપની વાત તદ્દન સાચી છે. પણ આતો વિચાર આવ્યા ને લખાઈ ગયુ બસ.
      તદ્ઉપરાંત બીજી પણ એક વાર્તા મે શ્રી બક્ષી સાહેબ ના લેખોથી પ્રભાવિત થઈ ને લખી છે, “બેકલતા પછીની એકલતા.. વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય..” જે તમે આજ બ્લોગ મા માણી શકશો.

      હું ઉંમર અને અનુભવ બંને માં તમારા કરતા બહુ નાનો છું, જેથી તમારા અભિપ્રાયો મને મળતા રહે એની સ-હૃદય અપેક્ષા રાખું છું..
      ખૂબ ખૂબ આભાર.. મળતા રહેશું, આવજો..

      ઝેનિથ

  5. લખતાં રહો તો ઘણું સારું

    • આદરણીય શ્રી માનવભાઈ,

      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર..

      ઝેનિથ

  6. સરસ કલ્પના મજા આવી. લખતા રહો ! આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    • તમારો ખુબ ખુબ આભાર અરવિંદકાકા..

      તમારા અભિપ્રાયો મને આજ રીતે મળતા રહે એની સ-હૃદય અપેક્ષા..
      તબીયત સાચવશો..
      આવજો..

      ઝેનિથ

  7. Mercy…!!!

    Quite mature…I am not an expert who can comment on but I admire your creativity and efforts you have made…!!!

    Keep on Writing…!!!

  8. બોસ ! કાલ્પનિક રચના છે કે પછી રીયલ સ્ટોરી ?
    I like this

    • રાઠોડસાહેબ કાલ્પનીક જ છે..!!
      તમારો ખુબ ખુબ આભાર.. બસ તમારા અભિપ્રાયો મને આજ રીતે મળતા રહે એની સ-હૃદય અપેક્ષા..

      મળતા રહેશું, આવજો..

      ઝેનિથ

  9. good one zenith…… keep it up

  10. અરે વાહ !! એક કડવું સત્ય ઉજાગર કર્યું,

    “દીકરો તો બની ગયો તું બેટા,
    બસ સારો બાપ થઇ બતાડજે..”

    માર્ક ટ્વેઇનનું આ અર્થનું વાક્ય વાંચેલું કે:
    ’મારા બાપા કેટલા મહાન હતા તે મને ’બાપ’ બન્યા પછી ખબર પડી’ !!
    લખતા રહેશો. ખુબ સરસ વિચારો છે ઝેનિથભાઇ.

    • તમારો ખુબ ખુબ આભાર અશોકભાઈ..
      બસ તમારા અભિપ્રાયો મને આજ રીતે મળતા રહે એની સ-હૃદય અપેક્ષા..

      ઝેનિથ

  11. ખુબ જ સુંદર રચના.

  12. આદરણીયશ્રી. ઝેનિથભાઈ સાહેબ

    આપના સુંદર વિચારો જાણી ખુબ જ આનંદ થયો સાહેબ

    આપે બ્લોગ પણ સુંદર રીતે સજાવેલ છે ભાઈ

    બસ આજ રીતે ગુજરાતી સમાજની સેવા કરતા રહો.

  1. Pingback: મારા પ્રતિભાવો – બાપ..!! (કે પાપ..!!) (via “અંતરનુ આંજણ”) | વાંચનયાત્રા

  2. Pingback: મારા પ્રતિભાવો – બાપ..!! (કે પાપ..!!) (via “અંતરનુ આંજણ”) | વાંચનયાત્રા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.