માસિક દફતરખાનું: મે 2010
(અપશુકનીયાળ..!!) માં..
પેલું કહેવાય છે ને કે, દુનિયાની બે કરૂણતા, એક મા વિનાનું ઘર ને બીજું ઘર વિનાની મા.. પુત્ર કુપુત્ર થાય પણ માવતર ક્યારેય કમાવતર નથી થતું.. મા એ મા છે મિત્રો.. ક્યારેય એને દુખ ન પહોંચાડતા..
બાપ..!! (કે પાપ..!!)
શોધવા નીકળ્યો..
જીવનમાં ઘણી વસ્તુઓ અશક્ય હોય છે. અને એ વસ્તુઓનો સમય નીકળી ગયા પછી, માનવી કઈ કરી શકતો નથી. સવારે ઓફિસ આવતા આવતા મનમા કઈ ગડમઠલ થઈ, ને આ કવિતા લખાઈ..
————————————————————-
“આજ” લઈ કાલ શોધવા નીકળ્યો,
માથે સુરજ રાખી છાપ શોધવા નીકળ્યો..
અંધારાની ઓછાળ વિસ્તરી ને ત્યાં,
ઝાકળ બૂંદની ભાળ શોધવા નીકળ્યો..
ભડકે બળે છે સુરજ આભે ને,
દિલડા ઠંડાગાર,
ઊઘાડે પગે જીવનના તાર શોધવા નીકળ્યો..
કાગળની હોડકી છે ડુબવાને આરે,
મોતની અંતિમ ઘડી આગળ જીંદગી પડી..,
ને હું “આજ” મઝધાર શોધવા નીકળ્યો..
Zenith Surti (1st Dec 2009)
“આજ” જરા..
લાવ “આજ” જરા રડી લઉં..
સમય સાથે થોડું લડી લઉં..
ઉરમાં ન જાણે કેટ-કેટલા પૂર,
લાવ બચવા જરા મથી લઉં..
તમે છો જીંદગી મારી હજી,
મોતની જોડે દોસ્તી પણ છે સજી..
સંબંધ બન્ને સાથે એકદમ નજીકનો,
છોડુ કોને.? ને સંગાથ કોનો કરી લઉં.!!
આક્ષેપો ખોટા મનને મનાવવાના,
ઉઝરડા પાડી દિલને સતાવવાના..
સવાલ બન્નેને છે ખાલી સ્વાર્થનો,
છોડી જવાબ, બસ જાતને થોડી જતિ લઉં..
લાવ “આજ” જરા રડી લઉં..
સમય સાથે થોડું લડી લઉં..
(જતિ – યોગી, વેરાગી; ઉર – હૃદય)
ઝેનિથ સુરતી
૦૯/૦૨/૨૦૧૦



![Lazy Lass [eXPLoReD] Lazy Lass [eXPLoReD]](http://static.flickr.com/7083/7272226034_3d95aba441_t.jpg)